Sunday, March 7, 2021

હું અમદાવાદનો રિક્ષાવાળો

એ......એ લ્યા....એ બાજુ.. બાજુ..
એ ભૈલા... હા હા.. હા હા..

હું અમદાવાદનો રીક્ષાવાળો, નવસોનવાણું નંબર વાળો,
અમદાવાદ......અમદાવાદ બતાવું ચાલો.
હું અમદાવાદનો રીક્ષાવાળો, નવસોનવાણું નંબર વાળો,
અમદાવાદ......અમદાવાદ બતાવું ચાલો.

એવી રીક્ષા હાંકુ,
એવી રીક્ષા હાંકુ, હૈરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો.

હું અમદાવાદનો રીક્ષાવાળો, નવસોનવાણું નંબર વાળો,
અમદાવાદ......અમદાવાદ બતાવું ચાલો....

રીચી રોડ ના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના મોટા ખાય
રીચી રોડ ના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના મોટા ખાય
અહીં દાળ માં પડતો કેવો ઉમદા ગરમ મસાલો...
અમદાવાદ બતાવું ચાલો....

ભદ્ર મહી બિરાજે રૂડા માતા ભદદરકાળી,
ભદ્ર મહી બિરાજે રૂડા માતા ભદદરકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુઃખ દે ટાળી, માતા સૌના દુઃખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવા વાળો....
અમદાવાદ બતાવું ચાલો.....

હું અમદાવાદનો રીક્ષાવાળો, નવસોનવાણું નંબર વાળો,
અમદાવાદ......અમદાવાદ બતાવું ચાલો....

રાત પડે ત્યારે માણેકચોક ની અંદર જાફત ઉડે,
અરે પાણી-પુરી ને કુલ્ફી ભજીયા શેઠ મજુર સહુ ઝૂડે,
રાત પડે ત્યારે માણેકચોક ની અંદર જાફત ઉડે,
પાણી-પુરી ને કુલ્ફી ભજીયા શેઠ મજુર સહુ ઝૂડે,
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો...
અમદાવાદ બતાવું ચાલો....
 
હું અમદાવાદનો રીક્ષાવાળો...નવસોનવાણું નંબર વાળો
અમદાવાદ......અમદાવાદ બતાવું ચાલો
અમદાવાદ.....અમદાવાદ...અમદાવાદ....

લો-ગાર્ડન કે લવ-ગાર્ડન એ હજુંય ના સમજાય 
પણ સાંજ પડે ત્યાં છોરા-છોરી ફરવા બહાને જાય 
લો-ગાર્ડન કે લવ-ગાર્ડન એ હજુંય ના સમજાય 
પણ સાંજ પડે ત્યાં છોરા-છોરી ફરવા બહાને જાય 
લો ને લવ ની અંદર થોડો થઇ ગયો ઘોટાળો
અમદાવાદ બતાવું ચાલો...હમમમ

હું અમદાવાદનો રીક્ષાવાળો...નવસોનવાણું નંબર વાળો
અમદાવાદ......અમદાવાદ બતાવું ચાલો....

એક વાણી એ સાબર ના પાણી ની કિંમત જાણી,
અરે એક વાણી એ સાબર ના પાણી ની કિંમત જાણી,
દાંડીકૂચથી આઝાદી ની લડત અહીં મંડાણી,
પણ સાચો અમદાવાદી.. અરે સાચો અમદાવાદી.. કોઈને કદી ના ઝૂકવાવાળો.
અમદાવાદ બતાવું ચાલો...હમમમ

હું અમદાવાદનો રીક્ષાવાળો...નવસોનવાણું નંબર વાળો
અમદાવાદ......અમદાવાદ બતાવું ચાલો
અમદાવાદ.....અમદાવાદ...અમદાવાદ....

Hun Amdavadno Rickshawalo (Maa Baap / Soundtrack Version) · Kishore Kumar

Maa Baap

℗ 1988 Universal Music India Pvt. Ltd.

Released on: 1988-01-01

Composer  Lyricist: Avinash Vyas



Monday, October 19, 2015

એક નામ

કોરા આ કાગળમાં કંઈ કેટલુંય આજે લખી દેવું હતું,

વેદનાઓ અને દુઃખ બધુય મારે ભૂલવું હતું,

લખ્યું એમાં ઘણું છતાં કશુક ખૂટતું હતું,

રહી રહી ને હું સમજી ગયો કે કાગળમાં તો બસ નામ તારું જ પુરતું હતું !